માહીતી

અમદાવાદથી આશરે ૩પ કિ.મી. અને કલોલથી ૬ કિ.મી. દૂર વાજમ ગામ છે. શેરીસા તીર્થથી ૧૦ કિ.મી.નાં અંતરે આવેલું આ વામજ તીર્થ શેરીસાના જોડીયા તીર્થ તરીકે પ્રસિદ્ઘ છે. તેથી શેરીસા વામજ આ તીર્થ એવો વ્યવહાર ૫ણ થાય છે. આ તીર્થમાં મૂળનાયક પૂ. પરમાત્માશ્રી આદીશ્વર ભગવાન છે.આ પ્રતિમાજી પ્રાચીન છે. ગામમાં ત્રિભોવન કણબીના ઘર પાસે ખોદતાં સંવત ૧૯૭૯ના માગશર વદિ-પને શનિવારે પ્રતિમાજી નીકળ્યા હતાં. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના વખતનું હોવાનું મનાય છે. આ સાથે ચાર કાઉસગ્ગીયા, બે ઇન્દ્રણી દેવીની મૂર્તિ,બે ખંડિત ઇન્દ્રની મૂર્તિ પણ મળી આવી હતી. કહેવાય છે કે પૂર્વે અહીં ભવ્ય જિનાલય હતું. તે જિનાલયની અંદર ભોયરું હતું તેનો સંબંધ શેરીસાતીર્થ સાથે હતો, પરંતુ મોગલોના આક્રમણને કારણે અન્ય તીર્થનો વિનાશ થયો તેવી રીતે આ તીર્થનો પણ વિનાશ થયો અને બઘું જ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂર્વના જિનાલયના કેટલાંક અંશો જેવા કે પરિકર તથા મૂર્તિના ભાગો વામજના જ એક મંદિરમાં મૌજુદ છે.

વિ.સંવત ૧૯૯૬ (ઇસ્વીસન્ ૧૯૪૦) વામજ ગામમાં શેઠશ્રી ડાહ્યાભાઇ કપુરચંદ ઝવેરીએ નવું દેરાસર નિર્માણ કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવ્યો હતો. નૂતન જિનાલયમાં વિ. સંવત ર૦૦ર (ઇસ્વીસન્ ૧૯૪૬) માં વૈશાખ વદિ ૧૩ને દિવસે શાસનસમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયનેમિસૂરિજી મહારાજસાહેબના શિષ્યરત્નશ્રી પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયઉદયસૂરિજી મહારાજ સાહેબના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ તીર્થ શેરીસાથી તથા કલોલથી ૬ ક.મી.ના અંતરે આવેલું છે.

સરનામું :  શેઠ આણંદજી કલ્યાણજી, વામજ-પીન- 382 721 (વાયા કલોલ)

સંપર્ક :  શશેઠ આણંદજી કલ્યાણજી મુ.પો. શેરીસા – ૩૮૨ ૭૨૧ જિ. ગાંધીનગર

ફોન નં. ૦૨૭૬૪-૨૫૦૧૨૬

વર્ષગાંઠ

આ તીર્થની વર્ષગાંઠ વૈશાખ વદિ 13ના દિવસે ઉજવવામાં આવે છે.

પ્રસંગો

સમયપત્રક

ધર્મશાળા તથા ભોજનશાળા

યોજનાઓ

નજીકના તીર્થ સ્થળો

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી,

મુ.પો. શેરીસા- પીન- 382721 જિ. ગાંધીનગર

ફોનનં- 02764 250126