ભારતભરના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જાજરમાન સંસ્થા
આ પેઢીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પવિત્ર તીર્થ સ્થાનો તથા જિનમંદિરો, જિનબિંબો વગેરેની સાચવણી કરવાનું તથા તેને લગતા હક્કોની જાળવણી કરવા…
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી નવી સંશોધિત વેબ-સાઈટના શુભારંભની ક્ષણોમાં આનંદની લાગણી વ્યક્ત કરે છે. આપ હવેથી પેઢીની વેબ-સાઈટ- www.anandjikalyanjipedhi.org – પરથી પેઢી સંચાલિત તીર્થોનાં વિષયમાં જાણકારી મેળવી શકો છો.
વિશેષમાં જણાવવાનું કે હવેથી આપ પેઢીની ઉપરોક્ત વેબ-સાઈટ મારફત ઘી બોલીની બાકી રકમ, દાન તથા સુવર્ણ મહોત્સવ અવસર નિમિતે (રૂ.I ૫૪૦૦ લેખે) સર્વ સાધારણ ફંડ યોજના સ્વરૂપે આપવાની રકમ બહુજ સરળતાથી ઓનલાઈન જમા કરાવી શકાશે.
અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપશ્રીનાં સહયોગથી તથા આ સંશોધિત વેબ-સાઈટનાં માધ્યમથી સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજને જોડવામાં અભૂતપૂર્વ સહયોગ મળશે.
પ્રણામ.
વિચાર-ભાથું
अन्य क्षेत्रे कृतं पापं
तीर्थ क्षेत्रे विनश्यति,
तीर्थक्षेत्रे कृतं पापं
वज्रलेपो भविष्यति.
સંસારમાં કરેલા પાપો તીર્થક્ષેત્રોમાં જવાથી,તીર્થ યાત્રા કરવાથી નષ્ટ થઇ જાય છે પણ તીર્થ ક્ષેત્રોમાં જઈને જો પાપો કર્યા તો એ વજ્રલેપ જેવા એટલે કે ચીકણા થઇ જશે… ભોગવવા જ પડે એવા બની જશે માટે તીર્થોમાં જતા પહેલા “ત્યાં જઈને શું કરશો અને શું નહિ જ કરો” એની ‘ગાઈડલાઈન’ નક્કી કરો