છાપરીયાળી પાંજરાપોળ એટલે અબોલ અને અશક્ત પશુઓની જીવદયાનું જીવંત તીર્થ!

પવિત્ર યાત્રાધામ પાલીતાણાથી 40 કી.મી. દૂર જેસર પાસે સુનિયોજીત રૂપે ચાલી રહેલી છાપરીયાળી પાંજરાપોળ સંસ્થાનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઇ.સ. 1852 એટલે કે 162 વર્ષથી કરી રહી છે.

અત્યારે હાલ પાંજરાપોળમાં 4 થી 5 હજાર જેટલા નાના-મોટા જીવ આશ્રય લઇ રહ્યા છે. જેમની સગવડ માટે પાંજરાપોળમાં 18 પાકા શેડ છે. માંદા અને અશક્ત જીવ માટે એક ઓપરેશન થિયેટર અને ટ્રેકટર-ટ્રોલી(એમ્બ્યુલન્સ) વસાવેલ છે. કાયમી દાકતર રાખી સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આસપાસના ગામના પશુઓની સારવાર પણ કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા પાંજરાપોળની આસપાસના દાતાઓની સહાયથી સરકારશ્રીની લોકફાળા યોજના અંતર્ગત 30 ચેકડેમ બાંધવામાં આવેલ છે. પાણીના તળ ઉંચા જવાથી તેનો લાભ સંસ્થાને અને આસપાસના ખેડૂતોને મળતો રહે છે.

છાપરીયાળી પાંજરાપોળમાં અત્યંત આધુનિક વિશાળ ઓપરશન થીએટર બનાવવામાં આવેલ છે, જેમાં ઓટોમેટીક ઓપરેશન ટેબલ ઉપર આધુનિક સાધનો વડે કેન્સર વગેરે બીમારીઓના ઇલાજ માટે ઓપરેશન કરી પશુઓની સુંદર સારવાર કરવામાં આવે છે.

છાપરીયાળી પાંજરાપોળને જીવદયાના ઉત્તમ કાર્ય માટે ગુજરાત સરકારના ગૌસેવા આયોગ ગાંધીનગર તરફથી સૌ પ્રથમ “મહાવીર જીવદયા એવોર્ડ” સંસ્થાને પ્રાપ્ત થયેલો છે.

દાન માટે છાપરીયાળી પાંજરાપોળમાં જીવદયાની વિવિધ યોજનાઓ:-

1. રૂ. 9,51,000/- પશુઓને રાખવા શેડ બાંધકામ માટે- શેડમાં યોગ્ય જગ્યાએ તક્તીમા નામ લખાશે.

2. રૂ. 4,51,000/- પશુઓને પીવા માટે પાણીના કૂવા બાંધકામ માટે- કૂવા ઉપર તક્તીમા નામ લખાશે.

3. રૂ. 2,00,000/- પશુઓ રાખવાના વાડા બાંધકામ માટે વાડામાં તક્તીમાં નામ લખાશે.

4. રૂ.   75,000/- પશુઓને પીવા પાણી માટે ચેકડેમ બાંધવા માટે- ચેકડેમ ઉપર તક્તીમાં નામ લખાશે.

5. રૂ.   50,000/- પશુ સારવાર કેમ્પ માટે- યોગ્ય જગ્યાએ તક્તીમાં નામ લખાશે.

6. રૂ.   35,000/- પશુઓને પાણી પીવા અવેડા બાંધકામ માટે અવેડા ઉપર તક્તીમાં નામ લખાશે.

7. રૂ.   10,000/- કબૂતરની ચણ માટે કાયમી તિથિના દિવસે બોર્ડ પર નામ લખાશે.

8. રૂ.   10,000/- કૂતરાને રોટલા માટે કાયમી તિથિના દિવસે બોર્ડ પર નામ લખાશે.

9. રૂ.   10,000/- પશુઓની દવા સારવાર માટે તિથિના દિવસે બાર્ડ પર નામ લખાશે.

10. રૂ.  15,000/- ઘાસચારો-ગોળ–લાપસી-ખાણદાણ માટે કાયમી તિથિ- પાલિતાણા ભાતાઘરમાં વિશ્રામ સ્થાનની દિવાલે તક્તીમાં નામ લખાશે.

11. રૂ.  7,500/- પશુઓ માટે એક દિવસના ઘાસચારા માટે તિથિના દિવસે પાલીતાણા ભાતાઘરમાં બોર્ડ પર નામ લખાશે.

12. રૂ.  1,51,000/- મોટા ગાળા માટે 10ફુટ*30ફુટ

13. રૂ.  1,00,001/- નાના ગાળા માટે 8ફુટ*30ફુટ

માત્ર પાંજરાપોળ સંબંધી કાર્યો માટે સંપર્ક સૂત્ર :

શેઠ આણંદજી કલ્યાણજી છાપરીયાળી પાંજરાપોળ મુ. પો. છાપરીયાળી,
વાયા: જેસર – 364510. જી ભાવનગર.
ટેલી. નં : 02845-281429, 02844-245245

ફોટો ગેલેરી