શ્રી ગિરનારજી મહાતીર્થની તળેટીમાં નૂતન જિનાલયનું શિલાસ્થાપન

શ્રી ગિરનારજી મહાતીર્થની તળેટીમાં શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય હતું. એ જિનાલયનું આમૂલચૂલ નવનિર્માણ કરવાની પ્રક્રિયામાં વિ.સં. ૨૦૭૬ મહા સુદ-૯ સોમવાર, તા.0૩-0૨-૨૦૨૦ના દિવસે ભૂમિપૂજન તથા ખનન વિધિ રાખવામાં આવી હતી. જેનો લાભ શ્રી પુષ્પાબેન ધીરજલાલ હ.પંકજભાઇ/અજયભાઇએ લીધો હતો. નૂતન જિનાલય માટે શિલાસ્થાપનનો કાર્યક્રમ વિ.સં.૨૦૭૬ ફાગણ સુદ-૬ રવિવાર, તા. ૧.૩.૨૦૨૦ની દિવસે પ.પૂ.આ.ભ.શ્રી હેમવલ્લભસુરીશ્વરજી મ.સા. આદિ ઠાણા તથા અન્ય પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં રાખવામાં આવ્યો હતો. જેનો પ્રારંભ સ્નાત્રપૂજા ભણાવવાપૂર્વક થયો હતો. નવગ્રહ દશદિક્પાલ તથા અષ્ટમંગલ આદિ પાટલાપૂજન કરવાપૂર્વક સવારે ૮-૩૦ કલાકે નવ શિલાઓની સ્થાપનાનો વિધિ કરવામાં આવ્યો જેમાં નીચેના મહાનુભાવો એ શિલાસ્થાપનનો લાભ લીધો હતો.

દિશા શિલા લાભાર્થી
અગ્નિકોણ શક્તિનંદા શ્રી ભાવિનભાઇ ખીમચંદભાઇ મહેતા (ભાણવડવાળા) રાજકોટ
દક્ષિણ દંડભદ્રા શ્રી યોગેશભાઇ રમણલાલ શાહ, રાજકોટ
નૈઋત્ય દંડભદ્રા શ્રી યોગેશભાઇ રમણલાલ શાહ, રાજકોટ
પશ્ચિમ પાશ રિક્તા પાલનપુર નિવાસી માતુશ્રી મંજુલાબેન કીર્તિલાલ શાહ હ. દીપ્તિબેન
વાયવ્ય ધજા અજિતા શ્રી કેતનભાઇ પ્રાણલાલ શેઠ, જૂનાગઢ
ઉત્તર ગદા અપરાજિતા શ્રી દાદા પરિવાર હ.પ્રફુલભાઇ શાંતિલાલ વિરવાડીયા
ઇશાન ત્રિશુલ શુક્તા શ્રી ગિરિરાજ દાદા પરિવાર ભોરલ તીર્થ હ. નિપુણભાઇ
પૂર્વ વજ્ર સૌભાગિની શ્રી હરીલાલ ગાંધી હ. બીપીનભાઇ ગાંધી
આઘાર શિલા, કૂર્મશિલા ધરણી કૂર્મશિલા પાલનપુર નિવાસી માતુશ્રી શ્રી મંજુલાબેન કીર્તિલાલ શાહ હ. દીપ્તિબેન

 

પેઢી તરફથી આ પ્રસંગે વિધિકારક તરીકે શ્રી દિનેશભાઇ શાહ-જુનાગઢ, શ્રી ફેનિલભાઇ શાહ-અમદાવાદ તથા સહાયક તરીકે શ્રી વિમલભાઇ ભોજક હાજર રહેલ હતા. શિલાસ્થાપનની વિધિ બાદ પ.પંન્યાસપ્રવર શ્રી ધર્મબોધિ મ.સા. એ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. પ્રવચન દરમિયાન જીવદયાની ટીપ કરવામાં આવી હતી. પ્રવચન દરમિયાન પેઢી તરફથી શિલ્પી શ્રી પરિક્ષિતભાઇ, કોન્ટ્રાક્ટર શ્રી નથુભાઇની ટીમ તથા શ્રી ઘનશ્યામભાઇની ટીમ તથા વિઘિકાર શ્રીદનેશભાઇ, શ્રી ફેનિલભાઇ તથા શ્રી વિમલભાઇનું બહુમાન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત નવે શિલઓના લાભાર્થીનું બહુમાન પણ પેઢી તરફથી કરવામાં આવ્યું હતું.

પ.પૂ.આ.ભ.શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સર્વમંગલ માંગલિક પૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે અમદાવાદથી પેઢીના ટ્રસ્ટી શ્રી શ્રીપાલભાઇ શાહ તથા શ્રી સુદીપભાઇ શાહ પધારેલ હતા. જુનાગઢ જૈન સંઘના અગ્રણીઓ તથા શ્રાવક શ્રાવિકાઓ પણ પઘાર્યા હતા.

આ દિવસે નવકારશી તથા બપોરના સ્વામિવાત્સલ્યનો લાભ શિલાસ્થાપનના લાભાર્થીઓ તરફથી લેવામાં આવ્યો હતો.