શ્રી આરાસણ- કુંભારિયાજી મહાતીર્થમાં ઉજવાયેલ શાનદાર પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ શક્તિપીઠરૂપ તીર્થધામ આરાસુરી અંબાજીથી ર કિલોમીટરના અંતરે આવેલ શ્રી આરાસણ- કુંભારિયાજી મહાતીર્થ એટલે અરાવલીની પર્વતમાળાઓની વચ્ચે એટલે શાંત પ્રશાંત અને દૈવીઉર્જાથી સભર પાવનભૂમિ !

આ તીર્થભૂમિના શણગારરૂપ પાંચ જિનાલયોની સમૃદ્ઘ શિલ્પ-સ્થાપત્યકળા તો આંખોને અજવાળે છે સાથે સાથે આ જિનાલયોમાં બિરાજમાન જિન પ્રતિમાજી અંતરને આનંદની અનુભૂતિથી ઓળઘોળ બનાવે છે.

હાલમાં જ આતીર્થમાં એક અનેરો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ ગયો.

આજથી ૬૬ વર્ષ પહેલા “’શ્રી ચંપક”’ નામથી લખાયેલ ‘આરાસણ યાને કુંભારિયાજી તીર્થ’ની નોંધ પ્રમાણે આ મહાતીર્થમાં તપગચ્છના મહાનપ્રભાવી આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ( શ્રમણ ભગવાન મહાવીરની …..મી પાટે થયેલા) સાહેબ વિ.સં. ૧૬૭પ ઇ.સ. ૧૬૧૯માં જંગલની ગીચ ઝાડીઓમાં છુપાયેલા આ તીર્થને શોધ્યું. દેરાસરોની દુર્દશા જોઇને એમનું હૃદય રડી પડ્યું. તાત્કાલિક આજુ બાજુના સંઘોના અગ્રણી શ્રાવકોને પ્રેરણા કરીને દેરાસરોના જીર્ણોદ્ઘાર કરાવ્યા. આ કાર્યને સુચારુ રૂપે પાર પાડવા એમણે પંડિતવર્ય કુશળસાગરજી જેવા પ્રતિભાસંપન્ન કાર્યકુશળ મુનિને નિયુક્ત કર્યા. એમની નિશ્રામાં નૂતન પ્રતિમાજીનું નિર્માણ થયું અને મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ અંગેના શિલાલેખો મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથના દેરાસરોમાં પ્રતિમાજીની પલાઠી નીચે છે.

ત્યારબાદ વિ.સં. ૧૯૭૬ ઇ.સ. ૧૯૨૦માં શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના ઉપદેશથી વિ.સં. ૧૯૭૭ના ફાગણવદ-૮, તા. ૨-૪-૧૯૨૧થી દાંતા શ્રીસંઘે તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોપ્યો. પેઢીએ જરૂરિયાત પૂરતો દેરાસરોનો જીર્ણોદ્ઘાર કરાવ્યો. અને વિ.સં.૧૯૯૧ ઇ.સ. ૧૯૩પમાં વૈશાખ સુદ-૧૦ના દિવસે દેરાસરો ઉપર નવા ધજાદંડ કળશ વગેરે સ્થાપિત કરવામાં આવ્યા પછીના વરસોમાં પેઢીના તત્કાલીન પ્રમુખ શેઠ કસ્તુરભાઇ લાલભાઇના માર્ગદર્શનમાં દેરાસરોનો વ્યવસ્થિત જીર્ણોદ્ઘાર થયો અને ધર્મશાળા વગેરેના નિર્માણ થયા.

લગભગ ૪૦૦ વરસના લાંબા ગાળા પછી કુંભારિયાજી તીર્થના આંગણે પ્રતિષ્ઠાનો મહામૂલો અવસર આવ્યો. શાસન સમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ શ્રી નેમિનાથ જિનાલયની ભમતી દેરીમાં અને શ્રી સંભવનાથ જિનાલયના ગોખલામાં પ્રતિમાજીઓનો પ્રવેશ વિ.સં.૨૦૯૬,કારતકવદ ૮ તા.૮-૧૨-૨૦૧૯ના દિવસે કરાવવામાં આવ્યો. પ્રવેશ કરાવ્યો.

 

પ્રતિષ્ઠા મહોત્સવ

સમગ્ર મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરવા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ

પોતાના શિષ્ય પરિવાર પધાર્યા. તા. ૧૯.૧.૨૦૨૦ના દિવસે સવારે મંગલ મુહૂર્તે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ મુનિ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી મ.સા. ત્રૈલોક્યમિત્રાશ્રી આદિનો તીર્થભૂમિમાં મંગલ પ્રવેશ થયો હતો.

વિ.સ. ૨૦૭૬ પોષ વદ તેરસ, તા. રર/૦૧/૨૦૨૦ બુધવારના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સવનો પ્રારંભ થયો. આ દિવસે વહેલી સવારે મંગલ મૂહુર્તે કુંભસ્થાપન, અખંડ દીપક સ્થાપના અને જ્વારારોપણની વિધિ સંપન્ન થઈ. વિધિના લાભાર્થી અ.સૌ. નિરંજનાબેન રમણલાલ ભીખાભાઇ શાહ પરિવાર.

વિ.સં.૨૦૭૬, મહા સુદ ત્રીજ, તા. ૨૮/૦૧/૨૦૨૦ મંગળવાર સવારે – દેવીપુજનનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેનો લાભ માતુશ્રી મંજુલાબેન રમણલાલ નવાબ શાહ, ચાણસ્માવાળા (આનંદ મંગલ પરિવાર) તથા હેમલતાબેન કાંતિલાલ શાહ પરિવાર, હ. આરતી વિનોદ વસા પરિવાર, ચિ. બિનિત, ચિ. હિરલ આદિ પરિવાર તરફથી લેવામાં આવ્યો.

દેવી પૂજન પૂર્ણ થયા બાદ લઘુ નંદ્યાવર્ત પૂજન ભણાવવાનો લાભ શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઇ કાપડિયા તરફથી લેવામાં આવ્યો.

લઘુનંદ્યાવર્ત પૂજન બાદ નવગ્રહ, દિક્પાલ અને અષ્‍્ટમંગલ પાટલા પૂજનનું આયોજન કરવામાં આવ્યું. આ ત્રણે પાટલા પૂજનના લાભાર્થી હતા નીતિજ્ઞાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી રાઇબેન પોપટલાલ શાહ પરિવાર (ચા વાળા)

આ દિવસે સવાર, બપોર અને સાંજની સાધર્મિક ભક્તિનો લાભ : માયાબેન વસંતભાઇ ઝવેરી, અમદાવાદવાળાએ લીધો હતો.

 

વિ.સ. ૨૦૭૬ મહા સુદ ચોથ, તા. ર૮/૦૧/૨૦૨૦ બુધવાર

શ્રી કુંભારિયાજી તીર્થનાં પાંચેય જિનાલયોમાં અને નવ નિર્મિત બે દેરીમાં બિરાજમાન પ્રતિમાજીઓના તેમ જ ધજા દંડ અને કળશના અભિષેક કરવામાં આવેલા.તમામ બિમ્બોના અભિષેકનો પુણ્ય લાભ તે તે બિમ્બોની પ્રતિષ્ઠાના લાભાર્થીઓએ લીધો હતો અઢાર અભિષેકના વિધિ વિધાન દરમ્યાન તારંગા તીર્થના ભોજક શ્રી ચિંતનભાઇ અને વિસનગર જૈન સંઘના યુવાનો દ્વારા પરમાત્મભક્તિની ગંગા વહાવવામાં આવી હતી.

આ દિવસે સવારની સાધર્મિક ભક્તિના લાભાર્થી : શ્રી માયાબેન વસંતભાઇ ઝવેરી, અમદાવાદ

બપોરની સાધર્મિક ભક્તિના લાભાર્થી : શ્રી સુમતિલાલ પોપટલાલ પરિવાર, અમદાવાદ

સાંજની સાધર્મિક ભક્તિના લાભાર્થી : અ.સો. નિરંજનાબેન રમણલાલ ભીખાભાઇ શાહ પરિવાર તરફથી રાખવામાં આવેલ.

સાંજે શ્રી પ્રશમભાઇ અને શ્રી સંપ્રતિભાઇએ પરમાત્માની ભાવભરી સ્તવના સાથે ભાવના ભણાવી હતી.

વિ.સ. ૨૦૭૬ મહા સુદ પાંચમ, ગુરૂવાર, તા. ૩૦/૦૧/૨૦૨૦ શુક્રવાર

આજનો સોનેરી દિવસ પ્રતિષ્ઠાની મંગળમયી પળોના વધામણા સાથે ઉગ્યો હતો.
‘ઓં પુણ્યાહં,પુણ્યાહં’
‘પ્રીયન્તામ, પ્રીયન્તામ’
‘વિધિકારક સાવધાન,પ્રતિષ્ઠાકારક સાવધાન’ …….ના મંગલનાદ અને જય જયકારના હર્ષોલ્લાસ વચ્ચે પૂજ્ય ગુરુભગવંતોના વરદ હસ્તે વાસ નિક્ષેપ પૂર્વક ભાગ્યશાળીઓએ પ્રભુજીને ગાદીનશીન કરવા પૂર્વક પ્રતિષ્ઠિત કર્યા હતા.

 

શ્રી નેમિનાથ ભગવાન જિનાલયની ભમતીમાં સ્થિત દેરીઓમાં બિરાજમાન થયેલ પ્રભુજી અને પ્રતિષ્ઠાના લાભાર્થી

  1. શ્રી આદીશ્વર ભગવાન
    માતુશ્રી કમળાબેન સુમતિલાલ મહેતા પરિવાર હ. કાશ્મીરાબેન મનીષભાઇ મહેતા
  2. શ્રી અજિતનાથ ભગવાન
    માતુશ્રી શોભનાબેન પોપટલાલ શીરોઇયા પરિવાર, ધાનેરા
  3. શ્રી સંભવનાથ ભગવાન
    શાહ ચીંતન, રચના, નિતીકા, સમકીત (હાલ સીડની) હ. કલ્પના, પ્રકાશ, પારલા (ધ્રાંગધ્રા)
  4. શ્રી અભિનંદનસ્વામી શા.લાલભાઇ મંગળદાસ ઘટાલાલ(પામોલ) અમદાવાદ, હ. સુધાબેન, જીજ્ઞેશ, નીરાલી, ગૂંજન
  5. શ્રી સુમતિનાથ ભગવાન
    સ્વ. લીલાવતીબેન ભીખાભાઇ શાહ હસ્તે. રમણલાલ, નિરંજનાબેન, તેજસ, અર્ચના, હેતા, વિરાગ
  6. શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન
    માયાબેન વસંતભાઇ ઝવેરી તે વસંતભાઇ શાંતિભાઇ ઝવેરીના પત્ની
  7. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
    વિપીનભાઇ સુમતિલાલ શાહ પરિવાર
  8. શ્રી ચંદ્રપ્રભસ્વામી
    શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઇ કાપડીયા
  9. શ્રી સુવિધિનાથ ભગવાન
    માતુશ્રી શાંતાબેન વનમાળીદાસ શાહ હસ્તે : ધાત્રિકાબેન કલ્પેશભાઇ (સાંતેજવાળા)
  10. શ્રી શીતલનાથ ભગવાન
    માતુશ્રી મધુબેન પ્રવિણચંદ્ર, કાન્તીલાલ વખારીયા પરિવાર, કોલવડાવાળા, હાલ: ગોરેગાંવ
  11. શ્રી શ્રેયાંસનાથ ભગવાન
    શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઇ કાપડિયા
  12. શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન
    કૈલાસબેન કાંતિલાલ, બિંદીયા, નરેશ, રૂપા, નીલેશ, શ્વેતા, સમકિત, વિતરાગ, કૃપાલી, પૂજન
  13. શ્રી વિમલનાથ ભગવાન
    શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઇ કાપડીયા
  14. શ્રી અનંતનાથ ભગવાન
    સુશ્રાવિકા સુલોચનાબેન અને શ્રેષ્ઠિવર્ય નરોત્તમભાઇ લાલભાઇ પરિવાર હ. સંવેગભાઇ
  15. શ્રી ધર્મનાથ ભગવાન
    ગીરાબેન નલિનકુમાર શાહ, હાર્દિક, હેતલ, હેમ, જિહાસા, ભાવિક, સ્વીટી , નીરીહા, યતના
  16. શ્રી શાંતિનાથ ભગવાન
    શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઇ કાપડિયા
  17. શ્રી કુંથુનાથ ભગવાન
    સુનિલ ચીનુભાઇ ઝવેરી, હ.નીલમ, રાજીવ, નેહા, શૈમી, ઉર્મિલ, શેનલ, સેજલ, નીરવ, માનુષ
  18. શ્રી અરનાથ ભગવાન
    શાહ ઇન્દુમતી પનુભાઇ હ.અજય, હર્ષિદા, કથિત, તન્વી, શ્રેયા, નંદિશ, ભદ્રેશ, મયુર
  19. શ્રી મલ્લિનાથ ભગવાન
    અમીબેન અવનિશભાઇ જયેન્દ્રભાઇ શાહ (સાબરમતી) હસ્તે : જૈનીલ, મયુર
  20. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા પરિવાર અનીતાબેન, સુઘીરભાઇ
  21. શ્રી નમિનાથ ભગવાન
    કુ. દેવયાનીબેન ચીનુભાઇ નવાબ, તે ચીનુભાઇ વાડીલાલ નવાબના પુત્રી, અમદાવાદ
  22. શ્રી નેમિનાથ ભગવાન
    શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઇ કાપડિયા
  23. શ્રી પાર્શ્વનાથ ભગવાન
    દુષ્યંતભાઇ શાંતિલાલ શાહ પરિવાર અને નયનાબેન દુષ્યંતભાઇ શાહ
  24. શ્રી મહાવીરસ્વામી
    માતુશ્રી લીલાબેન શાંતિલાલ મહેતા પરિવાર ગરાંબડી
  25. શ્રી પાર્શ્વનાથ ભગવાન (શ્રી નેમિનાથ ભગવાન જિનાલયમાં પ્રવેશતાં મૂળનાયક પરમાત્માની જમણીબાજુ કોળી મંડપના ગોખલામાં)
    વીરમતી ઝવેરચંદ ઝવેરી(સુરત)ચિ. પંકજ, પારૂલ, ઋજુલ, હેતલ, સેતુ, ધવલ, પાર્થ્વી
  26. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન
    (શ્રીનેમિનાથ ભગવાન જિનાલયમાં પ્રવેશતા, મૂળનાયક પરમાત્માની ડાબીબાજુ કોળી મંડપના ગોખલામાં)
    શેઠ શ્રી પોપટલાલ મટાલાલ શીરોઇયા પરિવાર, ધાનેરા
  27. શ્રી પુંડરિકસ્વામી (રંગમંડપમાં પ્રવેશતા મૂળનાયક પરમાત્માની જમણીબાજુ ગોખલામાં)
    માતુશ્રી લીલાબેન શાંતિલાલ મહેતા પરિવાર, ગરાંબડી
  28. શ્રી મહાવીરસ્વામી ભગવાન(રંગમંડપમાં પ્રવેશતા મૂળનાયક પરમાત્માની ડાબીબાજુ ગોખલામાં)
  29. શ્રી સરસ્વતી માતાજી (રંગમંડપમાં પ્રવેશતા મૂળનાયક પરમાત્માની ડાબીબાજુ આવેલ અંબિકાદેવીની દેરીના મંડોવરના ગોખલામાં)
    ફુલીબેન જેચંદ વસા પરિવાર, હ. બીનિત, હીરલ, આરતી, વિનોદ, નવનિત, પ્રતાપ, પ્રમોદ
  30. શ્રી અજિતનાથ ભગવાન (રંગમંડપમાં પ્રવેશતા મૂળનાયક પરમાત્માની જમણીબાજુ આવેલ ૧૭૦ જિનપટમાં )
    શ્રીમતી સોનલબેન મનોજભાઇ શીરોઇયા પરિવાર, ધાનેરા

 

શ્રી નેમિનાથ જિનાલયથી વાયવ્યકોણમાં સ્થિત શ્રી સંભવનાથ ભગવાન જિનાલયના મોટા ગોખલામાં જે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી તેના નામ અને લાભાર્થી

  1. શ્રી અભિનંદન સ્વામી ભગવાન
    લીંબડી નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી કમળાબેન કાંતિલાલ શાહ સહપરિવાર
  2. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
    અ.સૌ. કાંતાબેન હર્ષદરાય શાહ જાગૃતિ, કમલેશ, લીના જયકર શાહ (ઘોઘાવાળા પરિવાર)
  3. શ્રી ધર્મનાથ ભગવાન
    શા. હંસાબેન હર્ષદરાય વાસણવાળા, સ્મીતા કેતનકુમાર, પ્રિતી ધર્મેશકુમાર, ભાવનગર
  4. શ્રી સુમતિનાથ ભગવાન
    સ્મીલાબેન વિનોદચંદ્ર કાન્તીલાલ વખારિયા પરિવાર કોલવડા.
    હાલ. કાંદિવલી
  5. શ્રી સુમતિનાથ ભગવાન
    મુનિશ્રી શુભ શુક્લ જિનવાત્સલ્યની પ્રેરણાથી જય, હેમા, વિજય, હર્ષ, પારસ, પુજા, જસાણી
  6. શ્રી સુમતિનાથ ભગવાન
    કમળાબેન સેવંતિલાલ શાહ પરિવાર
    અલ્પા, હિતેશા, ચાર્મી, મલય, નિધિ, વિવેક, કરીમ
  7. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
    કંચનશ્રીજી મ.સા.ની પ્રેરણાથી, પ્રજ્ઞાબેન પ્રવિણચંદ્ર પોપટલાલ શાહ, વડાસણ
  8. શ્રી શ્રેયાંસનાથ ભગવાન
    પાદરાનિવાસી હાલ નવજીવન સોસાયટી, મુંબઇ માતુશ્રી જયાબેન ચંપકલાલ શાહ સહ પરિવાર
  9. શ્રી સુમતિનાથ ભગવાન
    જમનાદેવી ચંપાલાલ કાનુંગા પરિવાર (ઉંઝા) (સાંચોરવાળા)
  10. શ્રી અજિતનાથ ભગવાન
    અંજનાબેન અરવિંદભાઇ ગાંધી, સૌરભભાઇ, અ.સૌ. બિનીતા હેતલભાઇ ગાંધી, અચિરા, વામા
  11. શ્રી પદ્મપ્રભસ્વામી
    નિતિજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી, રાઇબેન પોપટલાલ શાહ પરિવાર (સવાળા)
  12. શ્રી ધર્મનાથ ભગવાન
    વિમળાબેન પોપટલાલ સોમચંદ શાહ (વડસ્મા) દર્શના, પરેશ, ઝરણાં, ભવ્ય, અક્ષય, કલ્પના
  13. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
    થરાદ નિવાસી કંચન, રસીક, ગુણ, નટુ, અનીષી, ભાવિક, કૃપા, નૈતિક, મીતાંશ, મીહીર
  14. શ્રી સુમતિનાથ ભગવાન
    પ.પૂ. ગણિવર્યશ્રી પાર્શ્વરક્ષિત મ.સા.ની પ્રેરણાથી ડાહીબેન કાન્તિલાલ મહેતા (કરબટિયા)

પરમાત્મા નેમિનાથના જિનાલય સમક્ષ જમણી તરફ નવનિર્મિત સુંદર મનોહારી દેવકુલિકા-દેરીમાં તપગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની પ્રભાવી પ્રતિમાને બિરાજમાન કરવાનો લાભ શ્રી હેમલતા કાંતિલાલ શાહ પરિવાર હસ્તે : આરતી વિનોદ વસા પરિવાર ચિ. બીનિત, ચિ. હીરલ એ લીધો હતો.

એવીજ રીતે ડાબી તરફ નવનિર્મિત સુંદર મનોહારી દેવકુલિકા-દેરીમાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા તથા તીર્થભૂમિની રક્ષિકા શ્રી અંબિકાદેવીની સૌમ્ય સ્વરૂપા પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવાનો લાભ માતુશ્રી મંજુલાબેન રમણલાલ વાડીલાલ શાહ ચાણસ્મા વાળા (આનંદ મંગળ પરિવાર) એ લીધો હતો.

પ્રતિષ્ઠાના આજના મંગલ દિવસે પારંપરિક રીતે તીર્થની સાલગીરી ઉજવાતી હોવાથી દાદા નેમિનાથના જિનાલય ઉપર નવીન ધજા ચઢાવવામાં આવી હતી. સાથે તીર્થ સ્થિત અન્ય જિનાલયો ઉપર પણ નવીન ધજાઓ ચઢાવવામાં આવી હતી.

 

ચતુર્વિધ શ્રી સંઘના સાન્નિધ્યમાં આયોજિત ધર્મસભા

પ્રતિષ્ઠાની પુણ્ય ઘડીઓ પછી એક ધર્મસભાનું આયોજન પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. પૂ. આચાર્યભગવંતના મંગલાચરણ દ્વારા આરંભાયેલ આ સભામાં પૂજ્ય આચાર્યભગવંતે સમગ્ર આયોજનની સફળતા માટે પ્રસન્નતા વ્યક્ત કરીને આશીર્વાદ આવ્યા હતા. તીર્થભૂમિ સાથેના પોતાના સંસ્મરણો સંવેદનોને વ્યક્ત કર્યા હતા.

પૂજ્યઆચાર્ય ભગવંતે સફળ શ્રીસંઘવતી પેઢીના અઘ્યક્ષશ્રી સંવેગભાઇ લાલભાઇએ બહુમાન કામળી વહોરાવી હતી. પૂજ્યસાઘ્વીજી ત્રૈલોક્યમિત્રાશ્રીજી મ.ને પણ ભક્તિ ભાવ પૂર્વક કામળી વહોરાવી હતી. ધર્મસભામાંશ્રી શ્રીપાલભાઇએ પોતાના વક્તવ્યમાં તીર્થ પરિસરના વિકાસ અંગે,પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન અંગે તથા તીર્થ પરિસરમાં થયેલા નવનિર્માણોની વિગત આપીને લાભાર્થી પરિવારોની અનુમોદના કરવાપૂર્વક સહુને ધન્યવાદ આપ્યા હતા. શ્રી સંવેગભાઇએ સંપન્ન થયેલા કુંભારિયાજી તીર્થના પ્રતિષ્ઠા કાર્યને પેઢીના પૂર્વ પ્રમુખ શ્રી શ્રેણિકભાઇનું સ્વપ્ન પુરૂં થવારૂપ ગણાવ્યું હતું.

શ્રી વિનોદભાઇ વસાએ પ્રાસંગિક ઉદ્બોધનસંબોધન કરીને પોતાના ભાવો વ્યક્ત કર્યા હતા.

 

પ્રતિષ્ઠા વિધિ સાનંદ સંપન્ન થયા બાદ સકળ વિશ્વમાં શાંતિ પ્રસરે એ શુભ ભાવ સાથે આયોજિત અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર મહાપૂજાના લાભાર્થીઓ

  • ૧ થી ૯ પૂજા વવીરમતી ઝવેરચંદ ઝવેરી (સુરત) ચિ.પંકજ, પારૂલ, ઋજુલ, હેતલ, સેતુ, ધવલ, પાર્થ્વી
  • ૧૦ થી ૧૮ પૂજા શાહ ઇન્દુમતી પનુભાઇ, હ. અજય, હર્ષિદા, કથિત, તન્વી, શ્રેયા, નંદિશ, ભદ્રેશ, મયુર
  • ૧૯ થી ૨૭ પૂજા શાહ ચિંતન, રચના, નીતિકા, સમકિત (હાલ સિડની) હ. કલ્પના, પ્રકાશ, પારલા (ધ્રાંગધ્રા)
  • ૨૮ થી ૩૬ પૂજા સ્વ. ભીખાભાઇ સુરચંદશાહ, સ્વ. લીલાબેન ભીખાભાઇ શાહ
  • ૩૭ થી ૪૫ પૂજા સ્વ. કાન્તાબેન શનાલાલ બુલાખીદાસ શાહ, તથા શ્રી મનહરલાલ શનાલાલ શાહ પરિવાર
  • ૪૬ થી ૫૪ પૂજા સ્વ. શ્રી લાલભાઇ ભીખાભાઇ શાહ પરિવાર
  • ૫૫ થી ૬૩ પૂજા શ્રી સૂર્યકાન્તભાઇ ભીખાભાઇ શાહ પરિવાર
  • ૬૪ થી ૭૨ પૂજા અ.સૌ. રેણુકાબેન હિતેન્દ્રકુમાર મહેતા પરિવાર
  • ૭૩ થી ૮૧ પૂજા અ.સૌ. કલ્પનાબેન અતુલકુમાર શાહ પરિવાર
  • ૮૨ થી ૯૦ પૂજા સ્વ. વિલાસબેન સૂર્યકાન્તભાઇ બંડૂલાલ શાહ, જીજ્ઞા ગિરીશકુમાર,તથા અમિતા સંજીવકુમાર
  • ૯૧થી ૯૯ પૂજા શ્રી જતીનકુમાર જયંતિલાલ મહેતા, અ.સૌ. જલ્પાબેન, તારક, તથા ક્રિયા
  • ૧૦૦ થી ૧૦૮ પૂજા શ્રી રમણલાલ ભીખાભાઇ શાહ, નિરંજનાબેન, તેજસ, અર્ચના, હેતા, તથા વિરાગ

 

પ્રતિષ્ઠાના મંગલકારી પુણ્ય દિવસે

સવારની સાધર્મિક ભક્તિના લાભાર્થી : શ્રી ચીનુભાઇ વાડીલાલ નવાબ, અમદાવાદ
બપોરની સાધર્મિક ભક્તિના લાભાર્થી : શ્રી પોપટલાલ મટાલાલ સિરોઇયા પરિવાર, ધાનેરા
સાંજની સાધર્મિક ભક્તિના લાભાર્થી : માતુશ્રી શોભનાબેન પોપટલાલ સિરોઇયા પરિવાર, ધાનેરાવાળા હતા.

 

તા. 30/૦૧/૨૦૨૦ મહા સુદ છટ્ઠ, શુક્રવાર તા. ૩૧/૦૧/૨૦૨૦

આજની વહેલી સવારની શુભ મંગલ ઘડીમાં ‘હવે પ્રભુ કરુણાના કમાડ ખોલો ને’ના ભાવ સાથે શ્રી નેમિનાથ ભગવાન જિનાલય, શ્રી સંભવનાથ ભગવાન જિનાલય, શ્રી અંબિકાદેવી અને શ્રી માણિભદ્રવીરની દેરીનું શુભ મૂર્હુતે દ્વારોદ્ઘાટન કરવામાં આવેલ.

દ્વારોદ્ઘાટન બાદ સકળ શ્રી સંઘના મંગલ માટે પૌષ્ટિક અનુષ્ઠાન સ્વરૂપે લાભાર્થી અ.સૌ. જલ્પાબેન જતીનકુમાર મહેતા. અ.સૌ. અર્ચના, તેજસ મહેતા, તારક, હેતા, ક્રિયા, ચિરાગ, આદિ પરિવાર તરફથી ભક્તિ ભાવ પૂર્વક સત્તરભેદી પૂજા ભણવવામાં આવેલ.

સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન થયેલા તમામ પૂજનો, અનુષ્ઠાનો તથા પ્રતિષ્ઠા સંબંધી વિધિવિધાનો પંડિતવર્ય શ્રી વસંતભાઇ એમ.દોશીએ વિશુદ્ધ રીતે સંપન્ન કરાવ્યા હતા.

પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આમંત્રિત મહેમાનોએ જીવદયાની ટીપમાં ઘણો સારો લાભ લીધેલ.

ભોજન વ્યવસ્થાના સુચારૂ સંચાલનની જવાબદારી શ્રી પ્રકાશભાઇ શાહ (અમદાવાદ) અને તેમના સાથીઓએ સફળતા પૂર્વક ઉઠાવી હતી

સમગ્ર મહોત્સવ દરમ્યાન અનેક સ્વયંસેવકોએ વ્યવસ્થા સંચાલનમાં યોગદાન આવ્યું હતું જેમાં સાબરકાંઠા એલર્ટ ગ્રુપ તથા પ્રાર્થના યુવક મંડળ ભાવનગરના યુવકોએ સેવા આપી હતી.

શ્રી કુંભારિયાજી તીર્થમાં ઉજવાયેલ આ પ્રતિષ્ઠા મહોત્સવ પ.પૂ. આચાર્ય ભગવંત, સાધુ-સાધ્વીજી, લાભાર્થી પરિવારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ખૂબ જ ઉલ્લાસભેર અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે યાદગાર રીતે સંપન્ન થયેલ.

 

કુંભારિયાજી તીર્થના તાજેતરમાં થયેલા વિકાસમાં

શ્રીમતિ શારદાબેન ઉત્તમલાલ મહેતા (ટોરેન્ટ પરિવાર)નો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આ વિકાસયાત્રામાં એક નવી યશકલગી ઉમેરાય છે કુંભારિયાજી તીર્થમાં પ્રારંભ થનાર ભાતાખાતું.

 

શ્રીમતિ શારદાબેન ઉત્તમલાલ મહેતા ભાતાઘર (ભાતાગૃહ)

આ ભાતાગૃહનો એક વરસનો તમામ લાભ શ્રી ટોરેન્ટ પરિવારે લીધો છે.તીર્થયાત્રાર્થે આવનારા યાત્રિક ભાઇ-બહેનો તથા ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિનો લાભ મેળવવાના આલંબનસ્વરૂપ આ ભાતાઘરમાં શુદ્ઘ-સાત્વિક પદાર્થો દ્વારા ભક્તિ કરવામાં આવશે

સમગ્ર ટોરેન્ટ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના તથા શત શત ધન્યવાદ.