સમાચાર /

News

વિ.સં. ૨૦૭૫,વૈશાખ વદ– ૬(બીજી), શનિવાર, તા.૨૫-૫-૧૯ના દિવસે સવારે મંગળમૂહુર્તે શત્રુંજય
ગિરિરાજ ઉપર દાદાના શિખરે ઘ્વજારોહણ

શ્રી શત્રુંજય ગિરિ મંડણ આદીશ્વર દાદાના મુખ્ય જિનાલય ઉપરાંત અન્ય જિનાલયો તથા દેવકુલિકાઓ –દેરીઓ ઉપર નૂતન ધ્વજારોહણનો ઉત્સવ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં હજારો ભાવુક ભક્તોના હર્ષોલ્લાસભર્યા જયનાદો વચ્ચે ઉમંગભેર ઉજવાયો હતો.મુખ્ય લાભાર્થી શ્રી પારેખ ધુડીબેન ટીલચંદભાઇ પરિવાર : મુંબઇવાળાએ ઉદારતાપૂર્વક લાભ લીધો હતો.

આ પ્રસંગે તળેટી સ્થિત પારણા ભવન ખાતે સકળ શ્રી સંઘના સ્વામિવાત્સલ્યનું આયોજન શ્રી ગીતાંજલિ જૈન સંઘ,બોરીવલી, મુંબઈ તરફથી રાખવામાં આવ્યું હતું.

શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આયોજિત આ ધ્વજારોહણ પ્રસંગે મુંબઈ તથા ભાવનગરના સ્વયંસેવકોએ સુંદર સેવા આપીને સમગ્ર પ્રસંગને દીપાવ્યો હતો.