તીર્થમાં રહેવાની સુવિધાઓ: તીર્થમાંદેરાસરની આગળ ખુલ્લા ચોકમાં ૨ ધર્મશાળાઓ આવેલી છે જેમાં ૧૭ રૂમો તથા ૨ હોલ આવેલા છે. આ સિવાય મોટા બગીચાની જમીનમાં નૂતન ધર્મશાળા પાંચ વર્ષ પહેલા બનાવેલ છે જેમાં ૧૦ રૂમો તથા ૨ હોલ હાલમાં બનાવેલ છે. ૨૭ રૂમો તથા ૫ હોલ બનાવવાની યોજના બાકી છે.

તીર્થમાં ભોજનશાળાની સગવડતા આવેલી છે. જેમાં ૫૦ વ્યક્તિને ટેબલ-ખુરશી ઉપર તથા ૮૦ વ્યક્તિઓ નીચે બેસીને ભોજન કરી શકે તેવા હોલમાં ભોજનશાળા આવેલ છે.