સમયપત્રક

સવારે પ્રક્ષાલ પૂજાની બોલી 09-15 થી 09-30 સુધી બોલવામાં આવે છે. સવારે 09-30 કલાકે પ્રક્ષાલપૂજાથી શરૂ કરી 10-30 સુધીમાં બરાસરપૂજા, કેસર પૂજા, ફૂલપૂજા, મુગટ પૂજા કરવામાં આવે છે.

10-30 થી 11-00 સુધી દરરોજ શાંતિસ્નાત્ર સભામંડપમાં કરવામાં આવે છે. તથા આરતી, મંગળદિપક 11 કલાકે કરવામાં આવે છે.

સૂર્યાસ્તથી દોઢ કલાક પહેલા સુધી પૂજા કરી શકાય છે. બપોરે દહેરાસર ખુલ્લુ રાખવામાં આવે છે જેથી યાત્રાળુઓ પૂજાનો લાભ લઇ શકે. તે પછી પ્રભુજીને આંગી કરીને પૂજા બંધ કરવામાં આવે છે.

આરતી સાંજે લગભગ 8 કલાકે આરતી કરવામાં આવે છે છતાં યાત્રાળુની સુવિધા હેતુથી સાંજે 07-30 થી રાતના 10-00 કલાક સુધી પણ તે કરવામાં આવે છે.

તીર્થમાં બોલીનો ભાવ એક મણના રૂા. 5/- છે.