ધર્મશાળા તથા ભોજનશાળા

તારંગા તીર્થમાં કુલ 4 ઘર્મશાળાઓ છે

1) જૂની ટોરેન્ટ ધર્મશાળા આમાં આધુનિક સુવિધાસંપન્ન 24 રૂમો તથા 4 મોટા હોલની સગવડતા છે.

2) નવી ટોરેન્ટ ધર્મશાળા જેમાં આધુનિક સુવિધાસંપન્ન કુલ 20 રૂમો તથા 2 વિશેષ રૂમો છે.

3) ગિરીશ વિહાર ધર્મશાળા આમાં 8 રૂમો છે.

4) ચંપાબેન ધર્મશાળા આમાં 8 રૂમો છે.

5) આ ઉપરાંત યાત્રાર્થે આવનારા સંઘોની વિશેષ સગવડતા માટે નાના મોટા 2 રસોડાઓ પણ છે.

ઉપાશ્રય

વિહાર કરીને આ તીર્થમાં પધારતા પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ માટે 2 અલગ ઉપાશ્રયો ની વ્યવસ્થા છે.

ભોજનશાળા

આ તીર્થમાં સુંદરમજાની ભોજનશાળા છે. જેમાં ભોજન ઉપરાંત અલ્પાહાર માટે કેન્ટીનની વ્યવસ્થા છે. ભોજનશાળાનો વહીવટ સ્વતંત્ર ટ્રસ્ટ હસ્તક છે. ભોજનશાળામાં ભાતાખાતાની વ્યવસ્થા પણ છે.