પાલીતાણા નજીકના તીર્થ સ્થળો

શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણાની આજુબાજુમાં નીચે મુજબનાં જૈન યાત્રાસ્થળો આવેલા છે:

શ્રી હસ્તગિરિ

પાલીતાણાથી આશરે 18 કી. મી. ના અંતરે ઊંચી ટેકરી ઉપર આ તીર્થ આવેલું છે. ટેકરી ઉપર વાહન દ્વારા પણ જઇ શકાય છે. આ ઊંચી ટેકરી ઉપર સુદર, ભવ્ય કલાત્મક જિનાલયો છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના પ્રતિમાજી છે.

તીર્થનું સરનામું

શ્રી ચંદ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ ઓફિસ,

મુ. પો. જાળીયા(અમરાજી)-364270  ફોન નં: 02848-284101

 

શ્રી શત્રુંજય ડેમ દેરાસર

પાલીતાણા થી તળાજા જવાના રસ્તે આશરે 12 કી. મી. ના અંતરે શત્રુંજય ડેમ પાસે દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમાજી છે

તીર્થનું સરનામું

શ્રી શત્રુંજય ડેમ તીર્થ પેઢી, શ્રી જિનદાસ ઘર્મદાસ ઘાર્મિક ટ્રસ્ટ,

પાલીતાણા તળાજા રોડ, મુ. પો. શેત્રુંજય ડેમ, તા. પાલીતાણા-64270

ફોન નં. : 02848-252215

 

શ્રી કદંબગિરિતીર્થ

 પાલીતાણાથી જેસર જવાના રસ્તે આશરે  30 કી.મી. ના અંતરે (બોદાના નેસ)તરીકે જાણીતા ગામમાં ડુંગર ઉપર આ તીર્થ આવેલું છે. તીર્થમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે તથા અન્ય જિનાલયો પણ છે. તીર્થનું સરનામું

શ્રી જિનદાસ ઘર્મદાસ ઘાર્મિક ટ્રસ્ટ,(કદંબગિરિ), ગામ- બોદાના નેસ,

પો. ભંડારીયા -364270 , ફોન.નં. : 02848-282101

શ્રી તાલઘ્વજ ગિરિતીર્થ (તળાજા)

પાલીતાણાથી આશરે 40 કી.મી. ના અંતરે તળાજા ગામમાં ડુંગર ઉપર આ પ્રાચીન તીર્થ છે. આ તીર્થમાં મૂળનાયક શ્રી સાચા સુમતિનાથ ભગવાનની સુંદર મૂર્તિ  છે તથા અન્ય પ્રાચીન કલાત્મક જિનાલયો પણ છે. આ તીર્થ ઉપરથી પશ્ચિમ દિશામાં શ્રી શત્રુંજય તીર્થના સુંદર દર્શન થાય છે.

તીર્થનું સરનામું

શ્રી તળાજા તાલઘ્વજ જૈન શ્વેતાંબર સમિતિ, બાબુની જૈન ઘર્મશાળા

તળાજા જી. ભાવનગર

ફોન નં- 02848-222030(પહાડ ઉપર)222259

 

શ્રી દાઠા જૈન દેરાસર

પાલીતાણાથી તળાજા થઇ મહુવા જવાના રસ્તે તળાજાથી આશરે 25 કી.મી.ના અંતરે દાઠા ગામમાં કાચનું સુંદર કલાત્મક જૈન દેરાસર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે

તીર્થનું સરનામું

શ્રી વિશાશ્રી માળી જૈન મહાજન પેઢી, પો. દાઠા-364130, જી. ભાવનગર

ફોન નં 02842-283324

 

શ્રી ઘોઘાતીર્થ (ઘોઘા બંદર)

પાલીતાણાથી આશરે 70 કી.મી. તથા ભાવનગરથી આશરે 20 કી.મી.ના અંતરે દરિયા કાંઠે આ પ્રાચીન તીર્થ છે. મૂળનાયક શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા છે. આ પ્રાચીન તીર્થનાં અન્ય જિનાલયો પણ સુંદર કલાત્મક અને જોવાલાયક છે.

તીર્થનું સરનામું

શેઠ કાલા મીઠાની પેઢી, શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન દેરાસર,

મુ. પો. ધોધા-364110, જિ. ભાવનગર

ફોન નં.: 0278-2882335

શ્રી ધેટી-પાગ તીર્થ

ધેટીની પાગ જવામાટે પાલીતાણા તળેટી થી જઇ શકાય છે. શિહોરથી 20 કી.મી. દૂર થાય છે,

શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી અંબડે વિ. સં. 1213માં શત્રુંજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. અહીં શ્રી ઋષભદેવ ભગવાનનાં ચરણપાદુકા છે.  ઘેટી ચરણપાદુકાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક વગેરે અનેક મંદિરો છે. સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે.

તીર્થનું સરનામું

શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક,

ઘેટી-પાગ મુ.આદપુર

 

તીર્થની માહિતી માટે: શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક, c/o લુણાવા મંગલભવન, તળેટી રોડ, પાલીતાણા-૩64270 ફોન. નં. : 02848-252316 .